મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચથી શાકભાજી મોંઘા

રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદ અને વાહનવ્યવહારના વધેલા ખર્ચના કારણે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળ

તસવીર: gstv

રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદ અને વાહનવ્યવહારના વધેલા ખર્ચના કારણે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થાનિક ખેતરોમાં પાકને નુકસાન થવાને કારણે બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. બહારના વિસ્તારોમાંથી ટ્રકો દ્વારા શાકભાજી મંગાવવી પડતી હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી ગયો છે. આ બેવડા મારના કારણે ટમેટા, મરચાં અને લીંબુ સહિતના તમામ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે સામાન્ય જનતા અને ગૃહિણીઓનું માસિક રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભાવ વધારાને કારણે લોકોએ ઓછી ખરીદી કરવી પડી રહી છે.

આ સમાચાર શેર કરો