મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકામાં ભારે વરસાદ વચ્ચે બે અલગ-અલગ જગ્યાએથી મૃતદેહો મળી આવ્યા: તંત્રમાં દોડધામ

Ahmedabad Rain: અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ

તસવીર: gstv

Ahmedabad Rain: અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દરમિયાન ધોળકામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાણીના ભારે પ્રવાહમાં બે અલગ-અલગ જગ્યાએથી બે પુરુષોના મૃતદેહો તણાઈ આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય પાસે અને મફલીપુર નજીક પાણીના વહેણમાં બે અજાણ્યા પુરુષોના મૃતદેહો વહી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તુરંત પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં બંને મૃતકોની ઓળખ છતી થઈ શકી નથી, જેથી ધોળકા પોલીસે આ અંગે ગુનો નોંધીને તેના વાલી-વારસોની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો