મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકામાં જળબંબાકાર વચ્ચે ૧૦૮ ની ટીમ બની દેવદૂત, સગર્ભા મહિલાનું સફળ રેસ્ક્યૂ!

અમદાવાદના ધોળકામાં આવેલા ત્રિપદા સોસાયટીમાં જળબંબાકારની

તસવીર: gstv

અમદાવાદના ધોળકામાં આવેલા ત્રિપદા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ૧૦૮ ની ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોસાયટીમાં ૨૫ વર્ષીય સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની ગંભીર પીડા ઉપડતાં ભારે જળભરાવને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી ન હતી. કટોકટીની આ ક્ષણે ૧૦૮ ના ઈએમટી અને પાયલોટે જાતે પાણીમાં ઊતરી, સ્પાઈન સ્ટેચર અને ટ્રેક્ટરના સહારાથી મહિલાનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. સગર્ભા મહિલાને સમયસર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવતાં તેમની સમયસર સારવાર શરૂ થઈ શકી છે. પૂરના પાણી વચ્ચે ૧૦૮ ની ટીમની આ સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો