મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની ઉમદા કામગીરી, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકા

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે પોલીસનું માનવતાવાદી કાર્ય જોવા મળ્યું. DySP પ્રકાશ પ્રજાપતિ અને PI અભિષેક ધવન જાતે કમરપૂર પાણીમાં ઉતરી રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. નીચાણવાળા અને જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા વૃદ્ધો તેમજ ગ્રામજનોને સલામત સ્થળે પહોંચાડવા માટે પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધરાયું હતું.

બોટ અને ટ્રેક્ટરની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા અનેક નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. વરસાદી આફત વચ્ચે ધોળકા પોલીસની ઝડપી કામગીરી અને સેવા ભાવનાને સ્થાનિકોએ બિરદાવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ માટે માનવ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી હતી.

આ સમાચાર શેર કરો