મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાન

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અંદ

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 70 ટકાથી વધુ મતદાન થયું છે. જોકે, ચૂંટણીપંચ દ્વારા હજુ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન થયું

મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9:00 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન થયું હતું, જ્યારે સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બીજી તરફ વાવના ભાખરી ગામે ઇવીએમ ખોરવાતાં મતદારો રાહ જોઇને બેઠા છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: Jharkhand Vidhan Sabha Election Live Updates: ઝારખંડની 43 સીટો પર વોટિંગ શરૂ, 683 ઉમેદવારોનું ભાવિ દાવ પર

9.00 વાગ્યા સુધી 14.25% મતદાન

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની આજે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં, પ્રથમ બે કલાક એટલે કે, સવારે 9:00 વાગ્યા સુધી 14.25% મતદાન થયું છે.

બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વાવમાં મતદાન માટે 331 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં  97 સંવેદનશીલ કેન્દ્રો સામેલ છે. આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3 લાખ 10 હજાર 681 મતદારો નોંધાયા છે. મતદાન માટે 1400થી વધુ  કર્મચારીઓ તૈનાત કરાયા છે.. જ્યારે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે  04 ડીવાયએસપી..08 પીઆઇ અને 30 પીએસઆઇ સહીતનો કાફલો ખડેપગે છે. કુલ 10 ઉમેદવારોએ વાવની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બૂથ મથક પર પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા..વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

વાવ વિધાનસભા બેઠક જીતવા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું

વાવ વિધાનસભા બેઠક જીતવા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.  ભાજપ-કોંગ્રેસ કે પછી અપક્ષ ઉભા રહેલા ઉમેદવાર કોના શીરે જશે વાવ બેઠકનો તાજ તે હવે પરિણામના દિવસે જોવાનું રહ્યું.

2017 અને 2022માં શું હતું પરિણામ

વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી.  2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા.  2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.

મતદાન મથકો ઉપર 7 મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત

વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે તા.13 નવેમ્બરના રોજમતદાન યોજાશે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પત વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર 1 વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 

પેરામીલેટ્રી અને 3 એસઆરપી - કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ 1 ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને - જોડતી સાત ચેક પોસ્ટ પર સીએપીએફ - કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો