VIDEO: 'મહાકુંભમાં ડુબકી સમયની બરબાદી, ત્યાં કોઇ ભગવાન નથી', ઉદ્યોગપતિ વસંત ગજેરાનું વિવાદિત નિવેદન
સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો મહાકુંભમાં ડુબકી લગાવવા અંગેનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયર
સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો મહાકુંભમાં ડુબકી લગાવવા અંગેનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વસંત ગજેરા અમરેલીના વતની સુરતના જાણીતા "ઉદ્યોગપતિ"ના વીડિયોથી વિવાદ વધી શકે છે. વસંત ગજેરાએ કહ્યું હતું કે, 'કરોડો અબજો લોકો નાહવા જાય છે ત્યાં કશું છે નહીં, ત્યાં કોઈ ભગવાન નથી. એ માત્ર સમયની બરબાદી છે'
વસંત ગજેરાના પ્રયાગરાજ મહાકુંભ ગંગા સ્નાન તરફના ઈશારાથી લોકો રોષે ભરાયા છે. દેશભરમાંથી પ્રયાગરાજ કુંભ મેળામાં કરોડો લોકો સ્નાન કરવા જઈ રહ્યા છે, આ વચ્ચે ઉદ્યોપતિના વિવાદાસ્પદ નિવેદન સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વસંત ગજેરાના આ વીડિયો ઓડીસાનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોની GSTV કોઈ પુષ્ઠી કરતું નથી.




