VIDEO: અમદાવાદમાં RSS કાર્યાલય ખાતે મંત્રીઓ અને કાર્યકર્તાઓની વિવિધ સમૂહ બેઠક યોજાઈ
અમદાવાદ સ્થિત RSS કાર્યાલય ખાતે વિવિધ ક્ષેત્રોને આવરી લેતી એક મહત્વપૂર્ણ સમુહ

અમદાવાદ સ્થિત RSS કાર્યાલય ખાતે વિવિધ ક્ષેત્રોને આવરી લેતી એક મહત્વપૂર્ણ સમુહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં બે વખત યોજાતી આ વિશેષ બેઠકમાં સવારથી જ આર્થિક, આરોગ્ય, શ્રમ, કૃષિ અને સેવા સમુહ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતી, સહકાર ક્ષેત્ર, ભારતીય મજદૂર સંઘ, ભારત વિકાસ પરિષદ તેમજ નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન જેવા સંગઠનોના પ્રમૂખ પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની ખાસિયત એ રહી કે તેમાં હાજર રહેલા મંત્રીઓએ પણ પોતાના હોદ્દાને બાજુ પર રાખીને એક સામાન્ય સંઘ કાર્યકર્તા તરીકે હાજરી આપી હતી.




