VIDEO: વલસાડ / ઉમરગામના દરિયા કિનારે હવે પ્રદૂષણનું મોટું જોખમ
વલસાડ જિલ્લાના રળિયામણા ઉમરગામ તાલુકાના દરિયા કિનારા પર હવે પ્રદૂષણનું મોટું જોખમ તો
વલસાડ જિલ્લાના રળિયામણા ઉમરગામ તાલુકાના દરિયા કિનારા પર હવે પ્રદૂષણનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અત્યારે સરીગામ કેમિકલ ઝોનનું સાતથી આઠ MLD પ્રદૂષિત પાણી દરિયામાં જાય છે, પરંતુ હવે વાપી ગ્રીન એનવાયરો લિમિટેડને વાપી ઔદ્યોગિક વિસ્તારનું 70 MLD કેમિકલયુક્ત પાણી ઉમરગામના દરિયામાં છોડવાની મંજૂરી મળી ગઈ છે. તડગામ વિસ્તારની જૂની લાઈન વાટે આવનારું આ વિશાળ જથ્થાનું પાણી દરિયાઈ જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને ઉમરગામના દરિયાની હાલત દમણના લાલ દરિયા જેવી થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રદૂષણના આ ગંભીર મુદ્દે સ્થાનિક નેતાઓની ચુપકીદી સામે પણ હવે જનતામાં મોટા સવાલો ઊઠી રહ્યા છે.

