મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડના માલખેત ગામે ચીખલવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય-શિક્ષકો વચ્ચેનો ગજગ્રાહ સપાટીએ

વલસાડ: ઉમરગામ તાલુકાના માલખેત ગામે આવેલી ચીખલ

વલસાડ: ઉમરગામ તાલુકાના માલખેત ગામે આવેલી ચીખલવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો ગજગ્રાહ હવે સપાટી પર આવ્યો છે. 350થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આચાર્યના અયોગ્ય વર્તન અને મનસ્વી નિર્ણયોને કારણે શિક્ષણ કાર્ય અને શાળાનો વિકાસ રૂંધાતો હોવાના ગંભીર આક્ષેપો શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે. આજે વેકેશનના પ્રથમ દિવસે જ વિવાદ વધુ વકર્યો હતો. આરોપ છે કે આચાર્યએ શિક્ષકોને વિદ્યાર્થીઓના પ્રગતિ પુસ્તક (રિઝલ્ટ) બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેને પગલે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે. વધુમાં, આચાર્ય પોતાની મરજી મુજબ શાળામાં આવવા-જવા બાબતે પણ વિવાદમાં રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની આ મુખ્ય શાળામાં આંતરિક વિખવાદને કારણે બાળકોના ભવિષ્ય પર અસર પડતી હોવાથી સ્થાનિક સ્તરે આ મુદ્દો ભારે ચર્ચામાં છે.

આ સમાચાર શેર કરો