મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ / સોળસૂંબામાં સર્વિસ રોડ સાંકડો બન્યાનો આક્ષેપ, અકસ્માતોની સંખ્યા વધતા ફરી માપણી હાથ ધરાઈ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસૂંબા ગ્રામપંચાયતમાં સર્વિસ રોડ મુદ્દે વિવાદ ફરી ભભૂકી ઉઠ્યો છે. નવા બ્ર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસૂંબા ગ્રામપંચાયતમાં સર્વિસ રોડ મુદ્દે વિવાદ ફરી ભભૂકી ઉઠ્યો છે. નવા બ્રિજ નિર્માણ સમયે સર્વિસ રોડ સાથે 15 મીટર માર્જિન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ લાગવગથી માત્ર 13 મીટરનું જ બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સર્વિસ રોડ સાંકડો બનતા અકસ્માતોની સંખ્યા વધતા ફરી માપણી હાથ ધરાઈ છે. હવે બાકી રહેલા 2 મીટર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ ફેલાયો છે. મહારાષ્ટ્ર-ગુજરાત એસટી રૂટો પણ બંધ થતાં મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. લાખોનું વળતર ચૂકવાયા છતાં ડિમોલિશનની ચર્ચાએ તણાવ વધ્યો છે.

આ સમાચાર શેર કરો