VIDEO: વડોદરા: હોસ્પિટલમાંથી ફરાર બળાત્કારનો આરોપી ઝડપાયો
એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં ઈન્જેક્શન આપવા હાથકડી ખોલતાં જ, બળાત્કારનો આરોપી ગોવિંદ વહોનિયા કોન્

એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં ઈન્જેક્શન આપવા હાથકડી ખોલતાં જ, બળાત્કારનો આરોપી ગોવિંદ વહોનિયા કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. પોલીસ જાપ્તામાંથી ચકમો આપી ભાગેલા આ કાચા કામના કેદીને લીધે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, ડીસીબી ક્રાઈમ બ્રાંચે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને છાણી કેનાલ રોડ પરથી ઝડપી લીધો છે. પોલીસની આ સફળ કામગીરીથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.




