મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાં પૂરના પાણી ઘૂસ્યા,૧૫૦ લોકોનું રેસ્ક્યૂ

વડોદરામાં ભારે વરસાદને પગલે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધ્યરાત્રિએ પાણી ઘૂસી જ

તસવીર: gstv

વડોદરામાં ભારે વરસાદને પગલે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધ્યરાત્રિએ પાણી ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાત્રે 3 વાગ્યે વાઘોડિયા મામલતદાર, પોલીસ અને તંત્રની ટીમે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકો મળી કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. હવામાન વિભાગે વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો