VIDEO: વડોદરા: દિનેશ મિલ ગરનાળામાં ગટરના પાણીથી જનતા પરેશાન
વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં વગર વરસાદે ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકો ભા

વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં વગર વરસાદે ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારની સવારે નોકરી-ધંધે જતા લોકો અને મહિલાઓને આ દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વાહનચાલકો પરત ફર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ કાયમી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. ચોમાસામાં તો આ ગરનાળુ સદંતર બંધ થઈ જાય છે, પરંતુ હવે વગર વરસાદે પણ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને યોગ્ય કામગીરી કરશે તે એક મોટો સવાલ છે.




