Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Woman riding Activa hit by dumper, died a horrible death despite wearing a helmet

VIDEO: વડોદરા: ડમ્પરે એક્ટિવા સવાર મહિલાને લીધા અડફેટમાં, હેલ્મેટ હોવા છતાં કમકમાટીભર્યું મોત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેર નજીક દશરથ ગામ ખાતે GSFC યુનિવર્સિટી ગેટ સામેના બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટીવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. મૃતક હેમાબેન પરેશભાઈ પંડ્યા રણોલી ખાતે નોકરીએ જઈ રહ્યા હતા. છાણી પ્રીત બંગલોમાં રહેતા હેમાબેને હેલ્મેટ પહેર્યું હોવા છતાં ગંભીર ઇજાઓને કારણે તેમનો જીવ બચી શક્યો નહોતો. ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store