Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Traffic disrupted on Ganpatpura-Mangalej route in Karajan due to water filling in railway tank

VIDEO: વડોદરા: કરજણના ગણપતપુરા-માંગલેજ માર્ગ પર રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં વરસાદી પાણીના કારણે વધુ એક વખત જનજીવન પ્રભાવિત થયું છે. ગણપતપુરા અને માંગલેજને જોડતા માર્ગ પર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. આ માર્ગ ગણપતપુરાથી નેશનલ હાઇવે-48ને જોડતો મહત્વનો રસ્તો છે. ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા.બાઇકચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દૃશ્યો પણ સામે આવ્યા છે. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. સ્થાનિકોએ તંત્ર સામે યોગ્ય ડ્રેનેજ અને કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. દર વર્ષે વરસાદમાં સર્જાતી આવી સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. હાલ વાહનચાલકો ભારે સાવચેતી સાથે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. નાનકડી બેદરકારી પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ છે.

App Store