VIDEO : વડોદરા: GSTV ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું
સોર્સ : GSTV
વડોદરાના સાવલી તાલુકાના ધનતેજ અને સધાપુરા ગામ વચ્ચે વરસાદને કારણે ધોવાઈ ગયેલા ક્રોસવે મુદ્દે GSTV દ્વારા બે દિવસ અગાઉ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની સકારાત્મક અસર જોવા મળી છે, જેના પગલે સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ક્રોસવે ધોવાઈ જવાથી સ્કૂલે જતા બાળકો અને સ્થાનિકો જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર બન્યા હતા, પરંતુ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને તાત્કાલિક વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ઝડપી કામગીરીને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગ્રામજનોએ પણ તંત્રની આ ત્વરિત કામગીરીને આવકારી છે.

