મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મનરેગાનું નામ બદલાતા વડોદરા કોંગ્રેસનો પ્રચંડ વિરોધ, 30 જેટલા કાર્યકરોની કરાઈ અટકાયત

મનરેગાના સ્થાને લવાયેલા નવા જી રામજી કાયદાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે પ્રચંડ વિર

સોર્સ: GSTV

 મનરેગાના સ્થાને લવાયેલા નવા જી રામજી કાયદાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન રાવપુરા પોલીસે આક્રમક બનેલા 30 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. 

મનરેગા યોજનાને નબળી પાડવાનું ષડયંત્ર

કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના સ્થાને લવાયેલા નવા જી રામજી કાયદાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ઐતિહાસિક ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થયેલા કોંગી કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આ નવા કાયદાને મનરેગા યોજનાને નબળી પાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરી તેમના મૂલ્યોનું હનન કરી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન રાવપુરા પોલીસે આક્રમક બનેલા 30 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.  

આ સમાચાર શેર કરો