VIDEO : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી- યુપી રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરે વિશેષ પૂજા કરી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે રાજકોટ જિલ્લાના
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત પ્રસિદ્ધ ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ તેમના પુત્રી અનારબેન પટેલ અને પરિવારના અન્ય સભ્યો સાથે માતા ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે આનંદીબેન પટેલે પરિવાર સાથે મળીને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીતુભાઈ વસોયા, ગોપાલભાઈ રૂપાપરા અને અન્ય અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.







