મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskanthaમાં કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ધુમ્મસના કારણે માર્ગો પર વાહન ચાલકોને ત

બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ધુમ્મસના કારણે માર્ગો પર વાહન ચાલકોને તકલીફો પડી રહી છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે કપાસ, ઘઉં અને મગફળી જેવા પાકોને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો બીજી તરફ વરસાદ છતાં માતાજી પ્રત્યેની અટૂત શ્રદ્ધાથી યાત્રાળુઓ અંબાજી જવા નીકળ્યા છે. કમોસમી વરસાદને કારણે દાંતા નજીક રતનપુર ગામે ફોર લેન હાઈવે માર્ગ પર પાણી ભરાયા છે. ઘૂંટણ સુધી પાણી ભરાતા હાઈવે માર્ગ બેટમાં ફેરવાયો છે. 

આ સમાચાર શેર કરો