VIDEO: વાલોડ તાલુકામાં માવઠાએ તબાહી મચાવી, વૃક્ષો ધરાશાયી થતાં વાહનોને નુકસાન
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં માવઠાએ તબાહી મચાવી છે. વાવાઝોડા સાથે આવેલા ધોધમાર

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં માવઠાએ તબાહી મચાવી છે. વાવાઝોડા સાથે આવેલા ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાનના બનાવો સામે આવ્યા છે. વાલોડ નજીક આવેલા CNG પંપ પાસે વૃક્ષ ધરાશાયી થતા એક કાર અને ટેમ્પાને ભારે નુકસાન પહોંચ્યું છે.
જ્યારે ચાર રસ્તા નજીક નાસ્તાની દુકાન પર વૃક્ષ પડતાં દુકાન તેમજ એક બાઈકને નુકસાન થયું છે. અચાનક આવેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો સહિત નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


