VIDEO: વાલોડ તાલુકામાં મતદાન મથક નજીક માથાકૂટના દ્રશ્યો સર્જાયા, ભાજપના બે જૂથો વચ્ચે તકરાર થઈ હોવાની ચર્ચા
તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક બબાલ સર્જાઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિ
તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક બબાલ સર્જાઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનામાં ભાજપના બે જૂથો વચ્ચે તકરાર થતાં આંતરિક જૂથવાદ સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. કયા કારણોસર વિવાદ થયો તેની સ્પષ્ટતા હજુ થઈ નથી. ઘટનાને લઈને વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો. હાલ બંને પક્ષે કોઈ કાયદેસર ફરિયાદ નોંધાવી નથી.



