મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઊંઝા APMC દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ, 7 લાખ નોટબુક તૈયાર કરાઈ

એશિયાના સૌથી મોટા બજાર તરીકે ઓળખાતા ઊંઝા APMC દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત વિદ્યાર્થીઓ મા

એશિયાના સૌથી મોટા બજાર તરીકે ઓળખાતા ઊંઝા APMC દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે APMC દ્વારા ITC કંપનીના ક્લાસમેટ બ્રાન્ડના આશરે સાત લાખ ગુણવત્તાયુક્ત ચોપડા અને નોટબુક તૈયાર કરાયા છે. જેમાં A4 સાઈઝના પાંચ લાખ, મીડિયમ સાઈઝના એક લાખ ચોપડા અને એક લાખ નોટબુકનો સમાવેશ થાય છે. બજારમાં 450 રૂપિયામાં મળતો A4 ચોપડાનો ડઝન માત્ર 350 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. વ્યાજબી ભાવ અને સારી ગુણવત્તાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ અને માંગ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો