Navratri 2024:સુરતના અનોખા શેરી ગરબા, માથે સળગતી ઈંઢોળી મૂકીને રાસ રમતા ખેલૈયા
નવરાત્રિમાં એક તરફ ફન, ફૂડ અને ફેશનની ભરમાર જોવા મળે છે. ત્યારે સુરતના પાલનપુર કેના

નવરાત્રિમાં એક તરફ ફન, ફૂડ અને ફેશનની ભરમાર જોવા મળે છે. ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી રાજહંસ એપલ સોસાયટીમાં ઉત્સાહભેર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પારંપરિક રીતે આજે પણ ગરબા ખૂબ સારી રીતે રમાઈ રહ્યા છે. મહત્વની બાબતે છે કે આજે પણ મહિલાઓ વિશેષ કરીને ટ્રેડિશનલ ગરબા રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જે આપણે ચાલતી આવતી પરંપરા મુજબ જ દેખાઈ રહ્યું છે. અહિં વિશેષ રીતે માથે સળગતી ઈંઢોણી મૂકીને ખેલૈયા ગરબે રમતા જોવા મળે છે.
સૌરાષ્ટ્રની પરંપરા જાળવી
સોસાયટીના રહેવાસી નમ્રતા દવેએ કહ્યું કે, અમે સૌરાષ્ટ્રવાસી છીએ. ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થઈ ગયા છીએ. ગરબા રમવાની સૌરાષ્ટ્રમાં ખૂબ અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. ઇંઢોણી ગરબા રાસની પરંપરાને સુરતમાં પણ જીવંત રાખી છે. પારંપરિક ગરબામાં સૌ કોઈએ રસ દાખવ્યો હતો. આ ગરબા કરવા માટે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે છે.
25 ખેલૈયા મનમૂકીને રમ્યા
સોસાયટીમાં આ રીતનું આયોજન મારા દ્વારા જ કરાયું છે. હું નાનપણથી આ કરતી આવી છું. મોટા સિટીમાં તો આ પરંપરા વિસરાતી જાય છે, પણ હજુ પણ સૌરાષ્ટ્રના નાના નાના ગામડાઓમાં આ પરંપરા જીવંત રહે છે. આવનારી પેઢીને આપણી ધરોહર અંગે પણ જાણ કરવી જોઈએ. અમે આપણી સંસ્કૃતિને જાણવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ 25 જેટલા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં માથે ઈંઢોણી મૂકીને ગરબા રમ્યા હોવાનું વધુમાં ખેલૈયાઓએ કહ્યું હતું.
મહિલાઓ સાથે પુરૂષો જોડાયો
ધર્મેશભાઈ મોદીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી સળગતી ઈંઢોણીના ગરબા કરીએ છીએ. ઈંઢોણી નીચે કપડું રાખી દેવામાં આવે છે. ત્યારબાદ ઈંઢોણી પર રૂ રાખીને સળગાવવામાં આવે છે. ગરમ લાગે તો પાણી પણ માથા પર નાખવામાં આવે છે. જો કે, માતાજીની દયાથી અને ખેલૈયાઓમાં જોવા મળતાં ઉત્સાહથી ગરમ લાગતું જ નથી. મહિલાઓની સાથે આ વખતે પ્રથમવાર પુરુષોએ પણ સળગતી ઈંઢોણીના ગરબા રમ્યા હતાં.








