મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં બુટલેગરોનો અનોખો કિમીયો, એમ્બ્યુલન્સમાં કરતા હતા દારૂની હેરાફેરી

સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટ

સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી. એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અન્ય એક આરોપી -કિશન રત્નરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો