VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, 70 હજારથી વધુ રોજગારીની નવી તકો સર્જાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ ગ્રીન સેઝઆઈટી પાર્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ ગ્રીન સેઝઆઈટી પાર્ક 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ અત્યાધુનિક આઈટી પાર્ક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે, જે રાજ્યના ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરશે.
આ પ્રોજેક્ટના માધ્યમથી આગામી સમયમાં આઈટી અને ડિજિટલ ક્ષેત્રમાં 70 હજારથી વધુ હાઈ-સ્કિલ્ડ રોજગારીની નવી તકો સર્જાશે, જે સ્થાનિક યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે. પર્યાવરણની જાળવણી સાથે આધુનિક સુવિધાઓ ધરાવતું આ ટેક સિટી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાની સાથે ગુજરાતને દેશનું અગ્રણી ટેક હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


