VIDEO: અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે વિકાસ કાર્યોની કરી સમીક્ષા, અધિકારીઓને કર્યા આ સૂચન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને માણસા નગરપાલિકા હેઠળ ચાલતા તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રીએ આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સમયસર નાગરિકો સુધી પહોંચાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



