મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં અવિરત 5 થી 9 ઇંચ વરસાદ, 22 સ્ટેટ હાઇવે બંધ

ગત 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યમાં હાલ ડિ

ગત 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યમાં હાલ  ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે.

અમદાવાદમાં સરેરાશ 5 થી 9 ઈંચ વરસાદ

અમદાવાદમાં સરેરાશ 5 થી 9 ઈંચ વરસાદ ખાબકતાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનો ચિંતા વધારી છે. 

 ગત 24 કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ

આજે વહેલી સવારથી જ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ, બોપલ, ન્યૂ સીજી રોડ, સાબરમતી સહિતાના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ શરૂ કરી દીધી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગઇ ગયું છે. 

અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે. 

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો