VIDEO: અમદાવાદની પ્રખ્યાત રીવરફ્રન્ટ ક્રુઝની આસપાસ અસહ્ય ગંદકી, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ
અમદાવાદની સાબરમતી નદીમાં રીવરફ્રન્ટ ક્રુઝ એક આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ક્રુઝની સફર માણવા માટે
અમદાવાદની સાબરમતી નદીમાં રીવરફ્રન્ટ ક્રુઝ એક આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ક્રુઝની સફર માણવા માટે સંખ્યાબંધ લોકો આવે છે. ત્યારે આ વચ્ચે રીવરફ્રન્ટ ક્રુઝ પાસે ગંદકી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગંદકી મામલે ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
આકર્ષણનું કેન્દ્ર એવા રીવરફ્રન્ટ ક્રુઝ પાસે ગંદકીનું સામ્રાજ્ય
આ ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં લોકો ક્રુઝમાં આવતા હોય છે..ત્યારે ક્રૂઝની આસપાસ ગંદકીના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.




