VIdeo: ઉકાઈ ડેમ 340.82 ફૂટ સપાટી સાથે 90 ટકા ભરાયો, તંત્ર સાબદું
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ 90 ટકા ભરાઈ જતા ડેમને હાઈ એલર્ટ પર મૂકવ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ 90 ટકા ભરાઈ જતા ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ડેમની સપાટી 340.82 ફૂટ પર પહોંચી જતાં કલેક્ટરને જાણ કરવામાં આવી છે.
રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ઉકાઈ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાંથી 57 હજાર 563 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમના સત્તાધીશો દ્વારા હાઈડ્રો મારફતે 22 હજાર 640 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. ડેમને હાઈ એલર્ટ પર રાખી કલેક્ટરને જાણ કરવામાં આવી છે.




