VIDEO: લાઠી પંથકમાં ડૂબી જવાથી બાળકી સહિત બેના મોત, મૃતકની ઓળખ કરવા પોલીસની તજવીજ
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પાણી સંબંધિત બે અ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પાણી સંબંધિત બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે લોકોના મોત થતાં શોકનો માહોલ છવાયો છે. માલવિયા પીપરિયા ગામ નજીક એક બાળકી ડૂબી જતાં તેનું મોત થયું હતું. સવારે ઘટનાની જાણ થતાં તંત્રે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કૃષ્ણગઢ ગામ નજીકથી એક અજાણ્યા યુવકની લાશ પણ મળી આવી. બચાવ કામગીરી દરમિયાન તંત્રે બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. યુવકના મૃતદેહને લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને ઘટનાઓને પગલે સમગ્ર લાઠી પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.




