VIDEO: અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ
અમરેલી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિ

અમરેલી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. લાઠી, દુઘાળા, રામપર, તાજપર અને ચાંવડ સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. આખી રાત વરસેલા આ ધોધમાર કે ધીમા વરસાદને કારણે સમગ્ર પંથકમાં શીતલતા પ્રસરી ગઈ છે અને નાગરિકોને ઉનાળાની ગરમીમાંથી રાહત મળી છે. ખેતી માટે પણ આ વરસાદ ફાયદાકારક સાબિત થશે તેવી આશા સેવાય રહી છે.




