Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Rescue amid rains in Amreli, old man trapped in Gagadia river of Lathi was saved by the system.

અમરેલીમાં વરસાદની વચ્ચે રેસ્ક્યૂ, લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધને તંત્રે આબાદ બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં વરસાદની વચ્ચે રેસ્ક્યૂ, લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધને તંત્રે આબાદ બચાવ્યા
સોર્સ : gstv

રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ છે. અમરેલીના જાફરાબાદ, લાઠી સહિતના તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. બીજી તરફ, ચોમાસાની સિઝનમાં લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધને તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

App Store

જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે, ત્યારે જાફરાબાદ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના મિતિયાળા, વાંઢ, બાબરકોટ સહિત ગામોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું કરાયું રેસ્ક્યૂ

લાઠીમાં સેતાપાટી નજીક આવેલી ગાગડિયા નદીના પુલ પાસેથી એક વદ્ધ ફસાયા હતા. નદીના પાણીમાં વદ્ધ ફસાયાની જાણ થતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં તંત્ર દ્વારા વદ્ધનું નદીમાંથી સફળ રેસ્ક્યૂ કરીને જીવ બચાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધ નદી કાંઠે ઉભા હતા. આ દરમિયાન તેમની બેંકની ચોપડી પાણીમાં પડી જતાં વૃદ્ધ નદીમાં ઉતર્યા હતા. તેવામાં વૃદ્ધ નદીમાં ફસાયા હોવાનું જણાય છે. જો કે, તાત્કાલિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાતાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી.