VIDEO: અમરેલીમાં સિંહની પજવણી કરવી ભારે પડી: સિંહના હુમલામાં એકનું મોત, બે ઝડપાયા
અમરેલીના લિલિયા પંથકના અંટાળિયામાં સિંહની પજવણીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સિં

અમરેલીના લિલિયા પંથકના અંટાળિયામાં સિંહની પજવણીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સિંહ જ્યારે મેટિંગ પ્રક્રિયામાં હતો ત્યારે કેટલાક શખ્સોએ તેની નજીક જઈ પજવણી કરતાં સિંહે વળતો હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહિલ મુજાવર નામના શખ્સનું મોત નીપજ્યું છે. વન વિભાગે આ મામલે કડક કાર્યવાહી કરીને અન્ય બે શખ્સો રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજાને દબોચી લીધા છે અને તમામ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.




