VIDEO: અમરેલીમાં મેઘમહેર: ૧૦માંથી ૭ ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના ૧૦માંથી ૭ ડેમ છલકાઈ જતાં તંત્રએ પાણી છોડવાનું શરૂ કર્યું છે. ખોડીયાર ડેમના ૨ અને રાયડી ડેમનો ૧ દરવાજો ખોલાયો છે, જ્યારે ધાતરડી-૨ ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમમાં પાણીની આવક થતાં હાલ તેના ૩ દરવાજા ૨ ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે. સુરજવાડી અને ધાતરડી-૧ ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. તંત્રએ અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે.

