Video: સુરતની ફેક્ટરીમાં ગૂંગળામણથી વધુ બે શ્રમિકોના સારવાર દરમિયાન મોત, એક કામદારની હાલત ગંભીર

સુરતના પાંડેસરાની પારસ પ્રિન્ટ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોના

સુરતના પાંડેસરાની પારસ પ્રિન્ટ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોના ગૂંગળામણના મામલે કુલ મૃત્યુઆંક 3 થયો છે. સારવાર દરમિયાન વધુ બે કર્મચારીઓના મોત થયા છે. દિપુકુમાર અને સંદીપકુમારના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે એક શ્રમિક હજુ સારવાર હેઠળ છે. બિહારના વતની આ શ્રમિકોની સુરક્ષામાં થયેલી ગંભીર બેદરકારી બદલ GPCB, FSL અને પાંડેસરા પોલીસે મિલ સંચાલકો સામે તપાસ તેજ કરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત