મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિદેશમાં નશાકારક પદાર્થો મોકલતા વધુ બે શખ્સો પકડાયા, ગુજરાત ATSએ કુલ ત્રણ આરોપીઓને દબોચ્યા

આયુર્વેદિક દવાના નામે પ્રતિબંધિત ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય તસ્કરીના કેસમાં એટીએસએ વધુ

તસવીર: GSTV

આયુર્વેદિક દવાના નામે પ્રતિબંધિત ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય તસ્કરીના કેસમાં એટીએસએ વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. અલગ અલગ ફર્મ બનાવી આરોપીઓ થાઈલેન્ડ, મલેશિયા આયુર્વેદિક દવાના નામે તેને કાર્ગો મારફતે મોકલતા હતા. આ કેસમાં એટીએસએ ભૌતિક પદમાણી અને ચેતન વાવડીયાની ધરપકડ કરી છે. અગાઉ એટીએસએ સુરથી નિકુંજ નામના યુવાનની ધરપકડ કરી હતી. નિકુંજે 28 ફેબ્રુઆરીએ કેટલોક જથ્થો મલેશિયા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ ખોટા લેબલ કરીને જથ્થો વિદેશ મોકલતા હતા. 
 

આ સમાચાર શેર કરો