Video: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ, અમદાવાદ સહિત આ જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. રાજ્યમાં 41 ડિગ્રી આસપાસ તાપમા
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. રાજ્યમાં 41 ડિગ્રી આસપાસ તાપમાનની શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યુ છે તેમજ આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દિવ યલો એલર્ટ આપ્યુ છે.




