મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં ધડાકા સાથે બે ઈલેક્ટ્રિકના થાંભલા પટકાયા, એક રિક્ષાનો કડૂસલો વળ્યો, બીજીનો ચાલક જીવ બચાવી ભાગ્યો

સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જમીન પોચી પડી ગઈ હોય તેવ

સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જમીન પોચી પડી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે. ઉન વિસ્તારમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. બે ઈલેક્ટ્રીક થાંભલા શોર્ટ સર્કિટના ધડાકા સાથે પટકાયા હતાં. વાયરો એક મેક સાથે અડકી જતાં તણખાં પણ જર્યા હતાં. બન્ને થાંભલા નીચે રિક્ષા પાર્ક હતી. જેમાં સિમેન્ટનો થાંભલો માથે પડતાં રિક્ષાના કડૂસલો વળી ગયો હતો. જ્યારે લોખંડનો થાંભળો વળી ગયો હતો. લોખંડના થાંભલા નીચેની રિક્ષામાંથી ચાલક જીવ બચાવી ભાગ્યો હતો. જો કે, થાંભલો વળી ગયો હોવાથી પોતે અને રિક્ષા બચાવવામાં સફળ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો