મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં વૃદ્ધાને ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચિંગ કરી લૂંટ મચાવનાર બે આરોપીની ધરપકડ

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કરતી ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ અત્યાર સુધીમાં 26 જેટલી લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી, મોબાઈલ ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો. આખરે આ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલી ટોળકીના બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી બ્લેકમેલ કરી લોકો પાસે લાખો રુપિયા પડાવનાર શખ્સ ઝડપાયો

ચેઈન સ્નેચિંગ મામલે બંને આરોપીઓ ધવલ પારેખ અને કાન્હુ ચરણ ઘનશ્યામ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ બીલીમોરામાં 5 મહિના પહેલા સાંજના સમયે વૃદ્ધાને ટાર્ગેટ કરી હતી જેમાં વૃદ્ધા નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી. આખરે બંને આરોપીઓને ઝડપી પોલીસે બંને આરોપીઓ પાસેથી  કુલ 2,40,500નો મુદ્દા માલ કબજે કર્યો છે.

આ સમાચાર શેર કરો