VIDEO: ઈરાન પર હુમલા મામલે ટ્રમ્પનું પહેલું નિવેદન, કહ્યું-'ક્રૂર સત્તાને ઉખાડી ફેંકીશું'

ઈઝરાયલે શનિવારે સવારે ઈરાન સામે પ્રિવેન્ટિક હુમલો અર્થાત્ સાવચેતી સાથે લશ્કરી કાર્યવ

સોર્સ: google

ઈઝરાયલે શનિવારે સવારે ઈરાન સામે પ્રિવેન્ટિક હુમલો  અર્થાત્ સાવચેતી સાથે લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયલી સંરક્ષણમંત્રીએ સત્તાવાર રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરી. તે જ સમયે ઈઝરાયલી સૈન્યએ દેશભરમાં તેના નાગરિકો માટે "સક્રિય ચેતવણી" જારી કરી અને સંભવિત ઈરાની મિસાઈલ હુમલા પહેલા તેમને સ્થળાંતર કરવા માટે ચેતવણી આપવા માટે સાયરન વગાડ્યા. આ હુમલામાં ઈઝરાયલને અમેરિકાનો ટેકો હતો અર્થાત સંયુક્ત રીતે આ હુમલો કરવામાં આવ્યો છે. 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઈલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું. 

જાહેરાત

ઈરાનમાં ગૃહયુદ્ધ ભડકાવવાની ટ્રમ્પની કોશિશ! 

ટ્રમ્પે ઈરાનના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે તમે રસ્તા પર ઉતરી આવો અને ઈરાનની સત્તા પર કબજો કરી લો. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકો પણ જીવ ગુમાવી શકે છે. અમે મધ્યપૂર્વમાં અમારા તહેનાત લડાકૂ વિમાનો દ્વારા ઈરાનને નિશાન બનાવી રહ્યા છીએ. 

મધ્યપૂર્વના અનેક દેશોમાં હાઇઍલર્ટ 

ઈરાન પર હુમલાની સાથે જ યુદ્ધની સંભાવનાઓને જોતા મધ્ય પૂર્વના અનેક દેશોમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પડતાં ઈરાકે પણ તેનું એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે ઈઝરાયલ દ્વારા બેફામ રીતે ઈરાન પર મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે. 

ઈરાનની રાજધાની તેહરાનમાં ઘણા શક્તિશાળી વિસ્ફોટ થયાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાજધાનીના મધ્ય ભાગમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા છે. જો કે, ઈરાની અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી અથવા નુકસાન વિશે કોઈ માહિતી આપી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તેમના પરમાણુ કાર્યક્રમ અંગે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે. 

બંને પક્ષો વચ્ચે વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ ગુરુવારે જીનીવામાં થયો હતો, આજે વધુ એક નવો રાઉન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીએ આ રાજદ્વારી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ ઈરાનને "ખૂબ જ કઠીન અને ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે. શુક્રવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલથી બિન-આવશ્યક દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાની મંજૂરી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત