Video: કોલંબો પ્રવાસ પૂર્ણ કરી ભારતીય નૌકાદળની સ્ક્વોડ્રન પરત ફરી

શ્રીલંકાના કોલંબો ખાતે સફળ પોર્ટ કોલ પૂર્ણ કર્યા બાદ ભારતીય નૌકાદળની ફર્સ્ટ ટ્રેનિંગ સ્ક્વોડ્રન રવાના થઈ છે. આ પ્રવાસ દરમિયાન સ્ક્વોડ્રને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કોલંબોમાં સ્ક્વોડ્રનની હાજરીથી ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયાઈ સહયોગને વધુ મજબૂતી મળી છે. સફળ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય નૌકાદળના જહાજોએ કોલંબો બંદર છોડ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા આ અંગેના દૃશ્યો પણ જાહેર કરવામાં આવ્યા છે.




