મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારાની તળેટી વિસ્તારમાં ટ્રકચાલકે કાર-ટ્રેક્ટરને અડફેટે લીધા, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા માલેગામ ટોલ બુથ પર અકસ્માત સર્જાયો છે

તસવીર: gstv

ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા માલેગામ ટોલ બુથ પર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી સુરત તરફ જઈ રહેલી માલવાહક ટ્રક પૂરપાટ ઝડપે દોડી આવી પ્રવાસીઓથી ભરેલી ક્રેટા કાર અને ટ્રેક્ટરને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકની જોરદાર ટક્કરથી ક્રેટા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતમાં કારમાં સવાર પ્રવાસીઓ તેમજ ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો