મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રકમાં બ્લાસ્ટ થતાં બળીને ખાખ, ત્રણ દિવસમાં બીજી વખત બની ઘટના

અમદાવાદ - રાજકોટ નેશનલ હાઇવે પર ફરી બ્લાસ્ટની ઘટના બની છે. અકસ્માત બાદ ટ્રકમાં બ્લાસ્ટ થતાં

અમદાવાદ - રાજકોટ નેશનલ હાઇવે પર ફરી બ્લાસ્ટની ઘટના બની છે. અકસ્માત બાદ ટ્રકમાં બ્લાસ્ટ થતાં ટ્રક સળગીને ખાખ થઈ ગઈ છે. પાણસીણા પોલીસ ચોકી નજીક જ ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ ઉભેલી ટ્રકમાં બ્લાસ્ટ થતા બળીને ખાખ થઈ ગઈ છે. લીંબડી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમય સુચકતાના પગલે થોડા સમય હાઇવે બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી છે. હાઇવે ઉપર વાહન બ્લાસ્ટની ઘટનાથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ-રાજકોટ હાઇવે પર જયપુર જેવો અકસ્માત, 4 વાહનો વચ્ચે અથડાતા જોરદાર બ્લાસ્ટ; 2 લોકોનાં મોત

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો