સુરત/ પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો, ઘટના CCTVમાં કેદ
Truck accident student | સુરતના પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઇ રહેલા ડમ્પર ચાલકે સાયકલ પર જતા વિદ્યાર્થીને ઉડાવ્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હ
સુરતના પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઇ રહેલા ડમ્પર ચાલકે સાયકલ પર જતા વિદ્યાર્થીને ઉડાવ્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. વિદ્યાર્થીને ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ CCTVના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો
આ અકસ્માતમાં વેદાંત માકોડિયા નામનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ વિદ્યાર્થીને પિતા જીગ્નેશ માકોડિયાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ડમ્પર સાથે ઝડપી પાડ્યો હતો.




