VIDEO: દેશભક્તિ, ભાઈચારાના સંદેશ સાથે સમસ્ત મુસ્લિમ સમાજની તિરંગા યાત્રા
મહેસાણામાં મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિ, ભાઈચારા અને કોમી એકતાનો સ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
તસવીર: gstv
મહેસાણામાં મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિ, ભાઈચારા અને કોમી એકતાનો સંદેશ આપવા હૈદરી ચોકથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. યાત્રા રંજન ઢાળ, પરા દરગાહ અને આઝાદ ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ફરી હૈદરી ચોક ખાતે સંપન્ન થઈ હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ‘હું મુસ્લિમ પણ પહેલાં ભારતીય’ તથા ‘દેશનો માન, તિરંગાનો સન્માન’ના નારા લગાવ્યા હતા. યાત્રાનો મુખ્ય હેતુ દેશની શાંતિ, એકતા અને અખંડિતતાને મજબૂત કરવાનો રહ્યો હતો. તિરંગા યાત્રાને સ્થાનિક રહેવાસીઓ તરફથી પણ ભારે આવકાર મળ્યો હતો.