મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કાશ્મીરમાં મોતના મુખમાંથી પાછા ફર્યા પ્રવાસીઓ! ભારે પવન અને વરસાદ વચ્ચે દાલ લેકમાં મચી ચીસાચીસ!

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં હવામાનના અચાનક પલટાને કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શિકારા રાઈડની મજા માણી રહેલા પ્રવાસીઓ ભારે વરસાદ અને તોફાની પવન વચ્ચે સરોવરમાં ફસાઈ જતાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) દ્વારા તાત્કાલિક સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

અચાનક પલટાયેલું હવામાન અને સરોવરમાં તોફાન

સામાન્ય રીતે શાંત ગણાતા દાલ સરોવરમાં અચાનક તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને મુશળધાર વરસાદને કારણે પાણીમાં ઊંચા મોજાં ઉછળવા લાગ્યા હતા. હવામાન અચાનક વણસતાં સરોવરમાં સહેલગાહ કરી રહેલી શિકારાઓનું સંતુલન બગડ્યું હતું અને તેમાં સવાર સ્થાનિક લોકો તથા પ્રવાસીઓ વચ્ચે ગભરાટ ફેલાઈ ગયો હતો.

SDRF ની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ઘટનાની જાણ થતાં જ SDRFની રેસ્ક્યૂ ટીમ બોટ સાથે તાબડતોબ સરોવરમાં પહોંચી ગઈ હતી. પાણીના તેજ પ્રવાહ અને ભારે પવનની વચ્ચે SDRF જવાનોએ સમયસૂચકતા દાખવી શિકારામાં સવાર તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. તંત્રની ત્વરિત કામગીરીને પગલે એક મોટી હોનારત ટળી ગઈ હતી, જેના કારણે સુરક્ષિત બચેલા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લઈ બચાવ ટીમનો આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો