VIDEO : સુરતમાં ભારે વરસાદથી મિઢોળા નદી ગાંડીતુર, હાઇવેને જોડતો પુલ બંધ

Surat News : સુરત જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દોષવાડા ડેમમાંથી પાણ

Surat News : સુરત જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દોષવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં બારડોલીમાંથી પસાર થતી મિઢોળા નદી ગાંડીતુર બની છે, જેના કારણે રામજી મંદિરથી હાઇવેને જોડતો પુલ લગોલગ પાણીમાં ગરકાવ થયો છે. તકેદારીના ભાગરૂપે તંત્રએ બેરિકેટ લગાવી પુલ બંધ કર્યો છે. ચાંદપીર દરગાહ નજીક કેડ સમાં પાણી ભરાયા છે. વાહનચાલકોને હાઇવે તરફ જવામાં મુશ્કેલી પડી રહી છે. વ્યારા તરફ જવા માટે વાહનચાલકોને મુખ્ય માર્ગ થઈને ત્રણ કિલોમીટરનો ચક્કર લગાવવાની ફરજ પડી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત