VIDEO : ‘અહીંથી ચાલ્યા જાઓ’, ECI ચીફ ઉપર TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને લગાવ્યા ગંભીર આરોપો
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી સતત વધી રહી છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ચૂંટણી પંચ વચ્ચેનો ખેં
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી સતત વધી રહી છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ચૂંટણી પંચ વચ્ચેનો ખેંચતાણ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. આ વચ્ચે, બુધવારે વધુ એક નવો વિવાદ થયો. પાર્ટીના રાજ્યસભા સાંસદ, ડેરેક ઓ’બ્રાયને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા. બીજી તરફ, જવાબમાં, ચૂંટણી પંચે જાહેરમાં ટીએમસીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો.
ટીએમસી અને ચૂંટણી પંચ વચ્ચેનો આ સંઘર્ષ ત્યારે વધ્યો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી - અને ટીએમસીના ટોચના નેતા - મમતા બેનર્જી ભવાનીપુર બેઠક માટે તેમના ઉમેદવારી પત્રો દાખલ કરવા માટે નીકળ્યા. બુધવારે ટીએમસીનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યું. પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ, મેનકા ગુરુસ્વામી અને સાકેત ગોખલે હતા.
ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા પછી ટીએમસી રાજ્યસભાના સાંસદે આરોપ લગાવ્યો કે, ફક્ત સાત મિનિટ ચાલેલી બેઠક પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમને "અહીંથી ચાલ્યા જાઓ એમ કહ્યું. ઓ'બ્રાયને જણાવ્યું કે, "અમે તેમને બતાવ્યું કે અમે અત્યાર સુધી નવ પત્રો લખ્યા છે, જેમાંથી કોઈનો જવાબ મળ્યો નથી. અમે છ ઉદાહરણો ટાંક્યા જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી ભાજપની તરફેણમાં નિર્ણય લેતા દેખાયા. અમે તેમને પૂછ્યું કે આવા વાતાવરણમાં નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે છે.
ઓબ્રાયને કહ્યું કે, આજે જે બન્યું તે શરમજનક છે. અમે માંગ કરીએ છીએ કે આજની બેઠકનું વિડિયો રેકોર્ડિંગ જાહેર કરવામાં આવે. પહેલાં ક્યારેય કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરે આ પ્રકારનું વર્તન કર્યું નથી. આ ઘટના બાદ ચૂંટણી પંચે તેના સત્તાવાર 'X' (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ટીએમસી પર નિશાન સાધ્યું.
ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું કે, ચૂંટણી પંચનો તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ: પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભય, હિંસા, ધાકધમકી, પ્રલોભન, દરોડા અને બૂથ જામિંગથી મુક્ત જ રહેશે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયનને કમિશનના ચેમ્બરમાં શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી હતી. બૂમો પાડવી અને બેકાબૂ વર્તન યોગ્ય નથી.






