VIDEO : ભવાનીપુરમાં મમતા બેનર્જીનો ભવ્ય રોડ શો, બીજા તબક્કાના મતદાન પહેલા TMCનું શક્તિ પ્રદર્શન

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ભવાન

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ભવાનીપુર વિધાનસભા બેઠકના TMC ઉમેદવાર મમતા બેનર્જીએ આજે કોલકાતામાં એક વિશાળ રોડ શો યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

ભવાનીપુરમાં ભવ્ય જનમેદની 

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં મમતા બેનર્જીએ પોતાના મતવિસ્તાર ભવાનીપુરમાં પદયાત્રા અને રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં TMC કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોએ 'દીદી'નું અભિવાદન કર્યું હતું. રોડ શો દરમિયાન મમતા બેનર્જીએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને ફરી એકવાર રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનાવવા માટે સમર્થન આપવા અપીલ કરી હતી.

જાહેરાત

રાજકીય મહત્વ

ભવાનીપુર બેઠક મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. બીજા તબક્કાની ચૂંટણી પહેલા આ રોડ શો યોજીને મમતા બેનર્જીએ વિરોધ પક્ષોને કડક સંદેશ આપ્યો છે. ભાજપ અને અન્ય વિરોધી પક્ષો પણ આ વિસ્તારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ મમતા બેનર્જીના આ રોડ શોમાં જોવા મળેલી જનમેદનીથી TMC છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે તમામ પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ રોડ શો દ્વારા સાબિત કરી દીધું છે કે તેઓ રાજ્યમાં વિકાસ અને બંગાળી અસ્મિતાના મુદ્દે જનતાની વચ્ચે જઈ રહ્યા છે. 

મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર અભિયાન તેજ કરતાં તેમણે રોડ શો કર્યો હતો. જેમાં પહેલા ચાલીને અને પછી બાઈક રેલીમાં ભાગ લીધો હતો.  પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો ૪ થી મેના રોજ જાહેર થવાના છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત