Video: આઈએનએસ સુદર્શિનીએ લોકાયણ 26 હેઠળ 10 મહિનાની ટ્રાન્સઓસેનિક ડિપ્લોયમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી કોચી પરત ફરી

સોર્સ: gstv

આ વિશે વાત કરતા કમાન્ડર રવિકાંત નંદુરીએ જણાવ્યું હતું કે, આ સફર દરમિયાન જહાજે આશરે 22 હજાર નોટિકલ માઇલનું અંતર કાપ્યું હતું, જેમાં તે 214 દિવસ દરિયામાં અને કુલ 287 દિવસ ભારતથી દૂર રહ્યું હતું. આ અભિયાન દરમિયાન જહાજે 11 અલગ-અલગ દેશોના 17 બંદરોની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક સફરમાં INS સુદર્શિનીએ ફ્રાન્સમાં દરિયાઈ વારસાની ઉજવણી અને ન્યૂ યોર્કમાં યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ જેવા બે વૈશ્વિક કાર્યક્રમોમાં વિશેષ ભાગ લીધો હતો. સમગ્ર વિશ્વમાં ભારત અને ભારતીય નૌકાદળનું સન્માન વધારતા, આ જહાજ એશિયાથી છેક અમેરિકા સુધીની મુસાફરી કરનારું એકમાત્ર જહાજ બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત